Homeજાણવા જેવુંડિસેમ્બરમાં ફરવા માટે બેસ્ટ...

ડિસેમ્બરમાં ફરવા માટે બેસ્ટ છે ભારતના આ સુંદર સ્થળો, મજા પડી જશે

વર્ષનો છેલ્લો મહિનો આવી રહ્યો છે. ડિસેમ્બરમાં ઠંડીનું વાતાવરણ હોય છે. આ સિઝનમાં ફરવાની મજા જ અલગ હોય છે. શિયાળાની રજાઓમાં જો તમે ક્યાંક ફરવા જવાનું વિચારી રહ્યા છો તો ડિસેમ્બર મહિનો સારો સમય છે. આ મહિનામાં ફરવાની મજા બમણી થઈ જાય છે. દેશમાં એવી ઘણી જગ્યાઓ છે, જ્યાં તમે આ મહિને ફરવા જઈ શકો છો.

ક્રિસમસ અને ન્યૂયરની પાર્ટીઓ ડિસેમ્બરમાં જ થાય છે. આ સમય દરમિયાન લોકો ઘરની બહાર પરિવાર કે મિત્રો સાથે ઉજવણી કરી શકે છે. જો તમે પણ કોઈ એવી જગ્યા શોધી રહ્યા છો, જ્યાં શિયાળાની ઋતુમાં ક્રિસમસ પાર્ટી અને નવા વર્ષની શરૂઆત કરી શકો, તો અહીં અમે તમને ભારતના કેટલાક બેસ્ટ વિન્ટર ડેસ્ટિનેશન વિશે જણાવવા જઈ રહ્યા છીએ. તો ચાલો જાણીએ…

કેલાંગ
હિમાચલ પ્રદેશ એ અપાર સુંદરતાનો ભંડાર છે. શિમલા, કુલ્લુ-મનાલી, ધર્મશાળા અથવા ડેલહાઉસી જેવા પ્રખ્યાત સ્થળો પર દરરોજ હજારો લોકો ફરવા માટે પહોંચે છે, પરંતુ જો તમે હિમાચલની કોઈ સુંદર જગ્યાએ ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરવા માંગો છો, તો તમારે કેલાંગ જવું જોઈએ. કેલાંગની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને ઘણા લોકો ‘હિમાચલનું સ્વર્ગ’ પણ કહે છે. ઊંચા-ઊંચા પહાડો, સુંદર તળાવો, મનમોહક ધોધ અને ઘાસના મેદાનો આ સ્થળની સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે. હિમવર્ષા દરમિયાન આ જગ્યાની સુંદરતા ચરમસીમા પર હોય છે, તેથી ઘણા કપલ્સ અહીં હનીમૂન મનાવવા માટે પણ પહોંચે છે.

બિનસાર
ઉત્તરાખંડમાં ફરવાની વાત આવે છે, ત્યારે લગભગ દરેક પ્રવાસી સૌથી પહેલા નૈનીતાલ, મસૂરી અથવા ઋષિકેશ જેવા પ્રખ્યાત સ્થળોનું જ નામ લે છે, પરંતુ બિનસારની સુંદરતા પણ તમને થોડીવારમાં દિવાના બનાવી શકે છે. સમુદ્ર સપાટીથી લગભગ 3 હજાર મીટરની ઉંચાઈ પર આવેલું બિનસારની તુલનામાં નૈનીતાલ અથવા મસૂરી પણ ફીકુ દેખાય છે, બિનસાર એક શાંત સ્થળ છે, તેથી અહીં ફરવાની એક અલગ જ મજા હોય છે. ઊંચા-ઊંચા પહાડો, તળાવો અને ધોધ આ સ્થળની સુંદરતામાં વધારો કરે છે. હિમવર્ષા દરમિયાન તેની સુંદરતા ચરમસીમાએ હોય છે.

મેચુકા વેલી
ભારતમાં સ્થિત સ્પીતિ ઘાટી, કાંગડા વેલી, વેલી ઑફ ફ્લાવર્સ, યુમથાંગ ઘાટી અને નુબ્રા વેલી જેવી પ્રખ્યાત ખીણો પર તમે એકવાર નહીં, પરંતુ ઘણીવાર ફરવા માટે ગયા હશો, પરંતુ મેચુકા વેલીની સુંદરતાની સરખામણીમાં આ બધી ખીણોની સુંદરતા ફીકી લાગી શકે છે. મેચુકા વેલી અરુણાચલ પ્રદેશની સુંદર ખીણોમાં આવેલ એક જન્નત છે. ચીનની સરહદ પાસે આવેલી આ ખીણની સુંદરતા એટલી લોકપ્રિય છે કે તેને ઉત્તર-પૂર્વનું સ્વર્ગ પણ માનવામાં આવે છે. હિમવર્ષા દરમિયાન આ ખીણની સુંદરતા ચરમસીમા પર હોય છે, તેથી ઘણા લોકો ડિસેમ્બર મહિનામાં જ ફરવા માટે નિકળી જાય છે.

બાંસવાડા
કદાચ તમે જાણતા હોય, જો ન જાણતા હોય તો તમને જણાવી દઈએ કે બાંસવાડા રાજસ્થાનમાં ગ્રીન વેલી તરીકે ઓળખવામાં આવે છે. જો તમે ઐતિહાસિક ઈમારતો, મહેલો અને કિલ્લાઓ વચ્ચે ગ્રીન વેલીમાં ફરવા માંગો છો, તો પછી ડિસેમ્બરમાં બાંસવાડા પહોંચવું જોઈએ. અરવલ્લીના સુરમ્ય પહાડોની વચ્ચે આવેલું બાંસવાડા એક ખૂબ જ શાંત અને સુંદર સ્થળ તરીકે પ્રખ્યાત છે. શિયાળાની ઋતુમાં અહીં પરિવાર, મિત્રો કે પાર્ટનરની સાથે ફરવાની એક અલગ જ મજા છે.

મુરુડેશ્વર
દક્ષિણ ભારતમાં ફરવાની વાત આવે છે, તો ઘણા લોકો સૌથી પહેલા કેરળ જ જાય છે, પરંતુ જો તમે ડિસેમ્બર મહિનામાં દક્ષિણ ભારતમાં જવા માંગો છો, તો તમારે મુરુડેશ્વર પહોંચવું જ જોઈએ. મરુડેશ્વર કર્ણાટકનો તટીય વિસ્તાર છે, તેથી તેની સુંદરતા જોવા લાયક હોય છે. અહીં સ્થિત ભગવાન શિવનું મુરુડેશ્વર મંદિર વિશ્વભરમાં પ્રખ્યાત છે. અહીં ભગવાન શિવને સમર્પિત વિશ્વની બીજી સૌથી મોટી પ્રતિમા હાજર છે. અરબી સમુદ્રના કિનારે સ્થિત આ પ્રતિમા લાખો ભક્તો અને પ્રવાસીઓને આકર્ષે છે.

Most Popular

More from Author

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

Read Now

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે પાછું સુવાનું નથી.સુખ શું છે?રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,હજી 5 કલાક સુવાનું બાકી છે.ડબલ સુખ શું છે?રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કેકાલે તો રજા છે.😅😝😂😜🤣🤪 આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.જયારે કોઈ...

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...