Homeમનોરંજનચાર વર્ષે પૂજાનું પુનરાગમન!...

ચાર વર્ષે પૂજાનું પુનરાગમન! : ‘ડ્રીમ ગર્લ 2’નું ટ્રેલર રિલીઝ

એકતા કપૂર દ્વારા નિર્મિત ફિલ્મ ‘ડ્રીમ ગર્લ ટુ’નું ટ્રેલર મંગળવારે રિલીઝ કરવામાં આવ્યું હતું. આયુષ્યમાન ખુરાના અને અનન્યા પાંડને મુખ્ય ભૂમિકામાં ચમકાવતી આ ફિલ્મ 2019માં આવેલી ‘ડ્રીમ ગર્લ’ની સિક્વન્સ છે, જે બોક્સ ઓફિસ પર સફળ રહી હતી. ‘ડ્રીમ ગર્લ ટુ’નું ટ્રેલર જોતાં તેને પણ મૂળ ફિલ્મ જેટલી સફળતા મળે તેવી સંભાવના છે.

ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ આ ફિલ્મ અંગે દર્શકોની ઉત્સુકતા રહી છે.

આયુષ્યમાન-અનન્યાને પ્રથમ વાર સ્ક્રીન શેર કરતાં જોવા દર્શકો આતુર હતા. મેકર્સ અગાઉ ટીઝર અને અનન્યા તથા તેના પિતા ચંકી પાંડેને ચમકાવતો કોમેડી પ્રોમો રિલીઝ કરીને ઉત્સુકતા જન્માવી ચૂક્યા છે. મંગળવારે ફિલ્મનું ટ્રેલર રિલીઝ થતાં હવે ફિલ્મની કહાની પરથી પણ પડદો ઉઠી ગયો છે. સોશિયલ મિડીયા પર ટ્રેલરને ખૂબ પસંદ કરવામાં આવ્યું છે.

ટ્રેલર શેર કરતા આયુષ્યમાને લખ્યું, ‘લાઇફ કી સબસે ડેન્જરસ પર્ફોમન્સ દેને જા રહા હું. પ્યાર જરૂર દેના. ડ્રીમ ગર્લ ટુ ટ્રેલર આઉટ નાઉ.’ તો અનન્યાએ લખ્યું હતું, ‘ડ્રીમ ગર્લ કી દુનિયા મેં ગેટ રેડી ફોર એ રિબ-ટિકલિંગ કહાની ઓફ યોર સપનોં કી રાની.’
ફિલ્મની કહાની આવી છેઃ મથુરામાં રહેતો કરમ (આયુષ્યમાન ખુરાના) જીવનમાં કંઇ ખાસ કરી શકતો નથી. તેનામાં સ્ત્રીનાં અવાજમાં વાત કરવાની અનોખી પ્રતિભા છે, તેથી તે પુજા બનીને પૈસા કમાવવાનો નવો કિમીયો અપનાવે છે. તે તેના પિતા (અન્નુ કપૂર) સાથે રહે છે અને બધાંની પાસેથી પૈસા ઉછીના લેતો ફરે છે. બીજી બાજુ, તે અનન્યાને પ્રેમ કરે છે, જેનાં પિતા દિકરીને પરણાવવાની ઉતાવળમાં છે. ટ્રેલરમાં આયુષ્યમાન પુજા બનીને જે મુસીબતનો સામનો કરે છે તે હળવા અંદાજમાં રજૂ કરવામાં આવ્યું છે. ફિલ્મની સ્ટારકાસ્ટ લાંબી અને મજબૂત છે, જેમાં પરેશ રાવલ, અસરાની, અન્નુ કપૂર, અભિષેક બેનરજી, મન્જોત સિંઘ, રાજપાલ યાદવ, મનોજ જોષી, સીમા પાહવા અને વિજય રાઝનો સમાવેશ થાય છે. રાજ શાંડિલ્ય દિગ્દર્શિત આ ફિલ્મ 25 ઓગસ્ટે સિનેમાઘરોમાં રિલીઝ થશે.

Most Popular

More from Author

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો...

અરેન્જ મેરેજનો સૌથી મોટો ફાયદો શું?? 😅😝😂😜🤣🤪

દારૂ પીને ત્રણ મિત્રો વાતો કરતા હતાપહેલો મિત્ર : ભાઇ,બુલેટ લઇને...

બાપ : બેટા, તને ઈનામ કેવી રીતે મળ્યું?…😅😝😂😜😅😝😂😜

પિતા : બેટા ગઈકાલે મેં તને ગણિતનું લેસન કરવામાંમદદ કરી હતી,એ...

Read Now

આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે. 😂😜🤣🤪

દુઃખ શું છે?સવારે સાત વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કેહવે પાછું સુવાનું નથી.સુખ શું છે?રાત્રે બે વાગ્યે ઊંઘ ઉડે અને ખબર પડે કે,હજી 5 કલાક સુવાનું બાકી છે.ડબલ સુખ શું છે?રાત્રે ઊંઘ ઉડે અને ખબર પડે કેકાલે તો રજા છે.😅😝😂😜🤣🤪 આજનું આ જ્ઞાન ફક્ત પુરુષો માટે.જયારે કોઈ...

ધન રાશિ આજનું રાશિફળ:આ રાશિના જાતકોને આજે ઉદ્યોગમાં લાભ મળશે, પ્રમોશન મળવાની શક્યતા

આજનું રાશિફળ: જાણો કેવો રહેશે આજનો તમારો દિવસ? દિવસ દરમિયાન તમારે શું રાખવું પડશે ધ્યાન? ધંધા રોજગારમાં થશે નફો કે નુકસાન ? નોકકોને કેટલો થશે ધન લાભ અને કઈ રીતે વધશે માઁ લક્ષ્‍મીની કૃપા? આજે કોઈ રહેશે તંદુરસ્ત તો કોઈ હશે દુખાવાથી પરેશાન. પ્રેમી યુગલો માટે શું છે...

બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું 😅😝😂😜🤣🤪

છૂટાછેડા કેસમાં જજે પતિને પૂછ્યું કે તમે છૂટાછેડા લેવા કેમ ઈચ્છો છો?પતિઃ હું આ સ્ત્રી સાથે નહીં રહી શકું,આખી રાત બહાર રહે છે અનેએક બારમાંથી બીજા…ત્રીજા બારમાં જાય છે…..જજે પૂછ્યું એ ત્યાં જઈને શું કરે છે?પતિઃ મને શોધે છે જજ સાહેબ બોસે પોતાની ઓફિસમાં એક પોસ્ટર લગાવ્યું, જેનાં...